Article Body
✨ નવરાત્રીની રાત્રે ગરબા રમવા પહેલાં તમારા વાળને આપો નેચરલ કાળજી ✨
🌿 Tips 1: એલોવેરા–મધ–નાળિયેર તેલ માસ્ક
સામગ્રી:
- 1 એલોવેરા
- 1 ચમચી મધ
- 1 ચમચી નાળિયેરનું તેલ
બનાવવાની રીત:
- એક કપમાં એલોવેરાની જેલ કાઢો.
- તેમાં 1 ચમચી મધ અને 1 ચમચી નાળિયેરનું તેલ નાખો.
- બધું મિક્સ કરી વાળમાં લગાવો.
- 20 મિનિટ સુધી રાખીને રેગ્યુલર શેમ્પૂથી ધોઈ નાખો.
ફાયદા:
- વાળ સ્મૂથ અને સિલ્કી થશે.
- વાળ ખરતા અટકશે.
👉 આ માસ્ક અઠવાડિયામાં બે વખત કરો.
🥛 Tips 2: દહીં–એલોવેરા માસ્ક
સામગ્રી:
- 3 ચમચી દહીં
- 1 ચમચી ફ્રેશ એલોવેરા જેલ
બનાવવાની રીત:
- દહીં અને એલોવેરા જેલ મિક્સ કરી સ્મૂથ પેસ્ટ બનાવો.
- વાળમાં લગાવી 25–30 મિનિટ રાખો.
- પછી શેમ્પૂથી ધોઈ નાખો.
ફાયદા:
- વાળને નેચરલ સિલ્કી બનાવે છે.
👉 આ માસ્ક અઠવાડિયામાં એક વાર કરો.
🌸 Tips 3: બદામ તેલ–વિટામિન E–એલોવેરા માસ્ક
સામગ્રી:
- 1 ચમચી બદામનું તેલ
- 1 વિટામિન E કેપ્સ્યુલ
- 2 ચમચી ફ્રેશ એલોવેરા જેલ
બનાવવાની રીત:
- બદામ તેલમાં વિટામિન E કેપ્સ્યુલ નાખો.
- તેમાં એલોવેરા જેલ ઉમેરો અને મિક્સ કરો.
- વાળમાં લગાવી 10 મિનિટ રાખો અને ધોઈ નાખો.
ફાયદા:
- એક જ વારના ઉપયોગથી વાળ સ્મૂથ લાગશે.
👉 અઠવાડિયામાં બે વખત કરો.
🥚 Tips 4: ઈંડું–દહીં–મધ–નાળિયેર તેલ માસ્ક
સામગ્રી:
- 1 ઈંડું
- 1 કપ દહીં
- 1 ચમચી મધ
- 2 ચમચી નાળિયેરનું તેલ
બનાવવાની રીત:
- દહીંમાં ઈંડું, મધ અને નાળિયેર તેલ મિક્સ કરો.
- વાળમાં લગાવી 40 મિનિટ રાખો.
- પછી રેગ્યુલર શેમ્પૂથી ધોઈ નાખો.
ફાયદા:
- વાળને સ્મૂથ અને ચમકદાર બનાવે છે.
👉 આ માસ્ક 15 દિવસે એક વાર કરો.
🍌 Tips 5: કેળું–દહીં–કોફી–મધ માસ્ક
સામગ્રી:
- 2 કેળા
- 1 કપ દહીં
- 1 ચમચી કોફી પાવડર
- 1 ચમચી મધ
બનાવવાની રીત:
- મિક્સર ગ્રાઈન્ડરમાં બધું મિક્સ કરી સ્મૂથ પેસ્ટ બનાવો.
- વાળમાં લગાવી 1 કલાક રાખો.
- પછી ધોઈ નાખો.
ફાયદા:
- વાળને સિલ્કી અને હેલ્ધી બનાવે છે.
👉 આ માસ્ક અઠવાડિયામાં એક વાર કરો.

Comments